RamKabir : રામકબીર

kabir.jpg

Follow Us

  • Facebook Group: 154239187925394
  • Twitter: ramkabirbhajans
  • YouTube: ramkabirbhajans
  • External Link: www.bhakta.com

Polls

Where was Kabir Saheb born?
 

Statistics

Members : 2
Content : 768
Web Links : 7
Content View Hits : 192107

Who's Online

Now 2 guests online
Home
Welcome PDF Print E-mail

RamKabir and welcome to Ramkabir Bhajans Website !

We have a huge collection of videos and audios of traditional bhajans (classic bhajans) of Shree Ramkabir Bhakta Samaj. Bhajan videos of Bhakta bhajan mandals from India, USA and Panama are presented here in the form of YouTube video playlists. Bhajan book with English transliterations is also avaible here for download.  And there is more! MP3 audio of Kabir sakhi (કબીરવાણી) explained in plain Gujarati by Shri Ishvarbhai P. Patel (Parmarthi). Also in the audio section, there is a great collection of marriage bhajans by mahila mandal. And much  more...just explore for more!

Pride of Bhakta Samaj
"Among our identities as Bhaktas, bhajans is at the top of the list." On the Bhakta Youth video page, there is a playlist of bhajans sung by our Bhakta youth and tabla played by Bhakta youth too. Many of these youngsters were born and raised outside of India. Yet they had the interest and desire to learn our traditional bhajans. Congratulations to the Bhakta youth! We are very proud of them.

Bhajans… Anytime !   Any Occasion !
Bhajans are part of any occasion including birth, marriage, death or even graduation! Traditional bhajans of Shree Ramkabir Bhakta Samaj are sung in different rāgs (melody or tune) according to time of day or time of year.

English Translation of Bhajans
To read the translations, please click Bhajans item in the menu above. Eventually all the bhajans will be translated into English. Thanks to Mr. Narendrabhai Upadhyaya for doing this great work for us.

 
ભજન કીર્તન PDF Print E-mail

ભક્ત સમાજમાં સારા માઠાં પ્રસંગે ભજન કીર્તન કરવાનો સારો રિવાજ છે. મનુષ્ય ભવ તરવાનાં સાધનોમાં જ્ઞાન વૈરાગ્ય, ભાવ, ભક્તિ ભારતીય સંસ્કૃતિ એ અનેક મોટા પૌરાણિક શાસ્ત્રીય ગ્રંથો જેવા કે ઉપનિષદ, શ્રુતિઓ સ્મૃતિઓથી માંડીને રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા જેવા ગ્રંથો ઋષિમુનિઓએ બનાવેલ છે. પણ તે બધા વિદ્વદ્ ભોગ્ય છે. એ સામાન્ય જનતા વિશેષ સમજી શકે નહીં. એટલે સંતોએ આમ જનતા સારુ આ ભજન રચ્યાં. આ ભજનો ભારતના હિન્દુ સમાજમાં જ નહીં. ખ્રિસ્તી અને મુહમદન કે પારસી સમાજમાં પણ નૃત્ય, સંગીત કે અન્યરૂપે જોઈ શકાય છે. ભારતના આદિવાસીથી માંડીને ઉચ્ચસ્તરના ગણાતા સમાજમાં પણ એને સ્થાન મળેલ છે.

 
ભજનનો સમય PDF Print E-mail

પ્રભાતનાં પદો
પ્રભાતનાં પદો ગાવાનો  સમય મળસ્કે ચારથી સૂર્યોદય થાય ત્યાં સુધીનો ગણાય છે. આપણે ત્યાં ખાસ કરીને નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં એ સમયે ગવાય છે. પ્રભાતનું નીરવ એકાંત, પ્રભાતિયામાં રસાયલો ઝૂલણાનો મધુર લય અને રાતભરના આરામથી થયેલું પ્રફુલ્લિત મન સાધના માટે અત્યંત સાનુકૂળ બની રહે છે. તેથી પ્રભાતિયાં મળસ્કેથી ગાવાનો રિવાજ પડયો હોવો જોઇએ. ભજન અને તેનાં રાગરાગિણી માત્ર ગમ્મત ખાતર રચાયાં હોય એમ માની શકાય નહિ. એની પાછળ કોઇ ચોક્કસ હેતુ હોવો જોઇએ. ભજન તો એક સાધન છે. સાધકને પ્રભુ પરાયણ થવામાં સાધન મદદરૂપ થઇ શકે. માટે મનુષ્ય જન્મનો હેતુ પ્રભુ પરાયણ થઇ મુક્તિ મેળવવાનો ગણાય છે. આ હેતુ બર લાવવામાં પ્રભાતિયાં પણ અત્યંત ઉપયોગી ગણાય છે. જો કે સાધકની લગની પર જ સાધનના ઉપયોગી સાર્થકતા આધારિત છે. સાધકના ચિત્તને પરિવર્તિત કરવાની શક્તિ આવાં સાધનોમાં અવશ્ય રહેલી છે એવી સંતોની અનુભવવાણી છે.

 
ભજનનો મહિમા PDF Print E-mail

ભજન એટલે ભજવું અને કીર્તન એટલે ગુણગાન ગાવાં. કોને ભજવું કોના ગુણગાન ગાવા ?  તો કહે છે કે 'ખેતી હરિ નામ કી મનવા' હરિના નામના ભજન કરો, હરિના ગુણગાન ગાઓ. સ્મરણ શબ્દ કે નાદ દ્વારા, ભજન - કીર્તન દ્વારા યા એકલા કે સમૂહમાં એકઠા થઈને, પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ, ભજન, કીર્તન કરવું. પ્રભુના ગુણગાન ગાવાં, પ્રભુની પ્રભુતાને ગીતોમાં વણી લઈને તેવાં ગીતો  ગાવાં અને ગાતાં ગાતાં પોતાના અંતરમાં જ અંતર્યામીને અનુભવવા માટે ભજન કીર્તન, સ્મરણ હોય છે.

 
More Articles...
Powered by PHILIT