Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૧
Nādbrahma pada 061

મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે !
     મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે !
māri nād tamāre hāth hari sambhālajo re !
     muj-ne potā-no jāni-ne, prabhu-pad pālajo re !

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું,
     મને હશે શું થાતું નાથ નિહાળજો રે !
pathyā-pathya nathi samjātuň, dukh sadaiv rahe ubhrātuň,
     mane hashe shuň thātuň nāth nihālajo re !

અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
     દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે !
anādi āp vaidya chho sāchā, ko-ii upāy vishe nahi kāchā
     divas rahyā chhe tāňchā velā vālajo re !

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
     મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે !
vishveshvar shuň haji vichāro, bāji hāth chhatā kaň hāro ?
     mahā muňjhāro māro, natvar tālajo re !

કેશવ હરિ મારું શું થાશે ?  ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે !
     લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે !
keshav hari māruň shuň thāshe ?  ghān valyo shuň gaDh gherāshe !
     lāj tamāri jāshe, bhudhar bhālajo re !