Bhajans

પદ - ૯૯૬
pada 996

એ રે મારગ નથી જોવા કબીર કહે, ઈરે મારગડા નથી જોવા રે...હો...જી
એ મારગડા જોઈને સંતો મારે એ મારગડા રે...હાં...
જોઈને સંતો મારે મનખા જનમ નથી ખોવા કબીર કહે ... ૧
e re mārag nathi jovā kabir kahe, ire mārag-dā nathi jovā re…ho. ji
e mārag-dā jo-ii-ne saňto māre e mārag-da re…haň
jo-ii-ne saňto māre manakhā janam nathi khovā kabir kahe … 1

એક ભુવો બીજો ભુવો, ભુવા અઢાર લાખ હુઆ રે...હો...જી
સાચી માતાની ભાળ ન કાઢી સંતો સાચી માતાની રે...હાં
ભાળ ન કાઢી, ભુવા ધુણી ધુણી મુઆ કબીર કહે  ... ૨
eka bhuvo bijo bhuvo, bhuvā aDhār lākh hu-ā re…ho…ji
sāchi mātā-ni bhāl na kāDhi saňto sāchi mātā-ni re…haň
bhāl na kādhi, bhuvā dhuni dhuni mu-ā kabir kahe … 3

એક પંડિત બીજો પંડિત, પંડિત અઢાર લાખ હુઆ રે...હો...જી
જ્ઞાની થયા પણ ધ્યાની થયા નહીં, જ્ઞાની થયા પણ...હાં
ધ્યાની થયા નહીં, પોથા પઢી પઢી મુઆ કબીર કહે ... ૩
eka paňdit bijo paňdit, paňdit aDhār lākh hu-ā re…ho…ji
gnāni thayā pan dhyāni thayā nahiň, gnāni thayā pan…haň
dhyāni thayā nahiň, pothā paDhi paDhi mu-ā kabir kahe … 3

એક જોગી બીજો જોગી, જોગી અઢાર લાખ હુઆ રે...હો...જી
ભગવા પહેર્યા પણ પામ્યા નહીં ભગવંતને, ભગવા પહેર્યા પણ...હાં
ન પામ્યા ભગવંતને, લોટ માંગી માંગી મુઆ કબીર કહે ... ૪
eka jogi bijo jogi, jogi aDhār lākh hu-ā re…ho…ji
bhagavā paheryā pan pāmya nahiň bhagvant-ne, bhagavā paheryā pan…haň
na pāmyā bhagvaňt-ne, lot māňgi maňgi mu-ā kabir kahe … 4

એક ગુરુ એવા બીજા ગુરુ, ગુરુ અઢાર લાખ હુઆ રે...હો...જી
કહેત કબીર ગુરુ ગમ ન પાયો, કહેત કબીરા...હાં
ગુરુ ગમ ન પાયો, કાન ફુંકી ફુંકી મુઆ કબીર કહે... ૫
eka guru evā bijā guru, guru aDhār lākh hu-ā re…ho…ji
kahet kabir guru gam na pāyo, kahet kabirā…haň
guru gam na pāyo, kān fuňki fuňki mu-ā kabir kahe … 5

YouTube Video(s):
1. Derod-Phoenix - July 31, 2010, Bhakta Bhajan Sammelan at Humble Civic Center, Humble, TX, USA
2. SRBS-SC - February 13, 2009, Bhakta Cultural Center, Norwalk, CA, USA