Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચંદન સરપ લપેટિયા, ચંદન કાહ કરાય ?
રોમ રોમ વિષ ભીનિયા, અમૃત કહાઁ સમાય ?

ઝેરની ગરમીથી વ્યાકુળ બનેલો સાપ ચંદન વૃક્ષના થડ સાથે લપેટાઈ જાય તો પણ ચંદન વૃક્ષ શું કરી શકે ?  સાપના રોમ રોમમાં ઝેર વ્યાપીને રહેલું હોય  ત્યાં અમૃત કેવી રીતે રહી શકે ?

નોંધ :  એક વાસણમાં પાણી ભર્યું હોય ને તેમાં દૂધ ભરવું હોય તો તે વાસણમાંથી પ્રથમ તો પાણી ખાલી કરવું પડશે. તે રીતે રોમ રોમમાં સર્પની મારક ઝેર ભરીને અમૃત  ભરી શકાતું નથી. પ્રથમ ઝેર ખાલી કરવું જ પડે. ચંદન પોતે શીતળ છે. છતાં સાપને તેની શીતળતાની અસર થતી નથી. તે રીતે સદગુરૂના વચનોની અસર આપણા ઉપર  થતી નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,170
pdf-1અનંત સૂર | Anant Soor 10,936
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,526
pdf-3Amar Varso | અમર વારસો 8,125
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,246