Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કાજર કેરી કોઠરી, બૂડત હૈ સંસાર
બલિહારી તેહિ પુરૂષકી, પૈઠી કે નિકર નિહાર

૧=કાજળ, ૨=અંદર પ્રવેશીને, ૩=બ્હાર નીકળવાવાળા

આ જગત તો કાજળ ની કોઠી સમાન છે. સમસ્ત સંસાર એમાં બૂડીને કાળા ડાઘવાળો બને છે. પરંતુ તેવા પુરૂષને ધન્ય છે કે જે તે કોઠીમાં ડૂબકી મારે તો પણ ડાઘ લગાડ્યા વિના નીકળે છે.

નોંધ :  કોઠીની દીવાલ પર કાળી મેશના થર જામ્યા હોય છે. તે દીવાલને જે અડે છે તે કાળા ડાઘવાળા બને છે. પરંતુ જે વ્યક્તિ દીવાલથી વેગળી રહીને જગતમાં જીવે છે તેને ડાઘ લાગતો નથી. તેવા મહાપુરૂષો વિરલ જ હોય છે. તેમને આખું જગત એટલા માટે તો વંદે છે. તેમની પાસે જે કલા છે તે નિષ્કામ કર્મની કલા જીવે શીખી લેવી જોઇએ. પોતે કર્મ કરે છે પણ તેને તેમાં આસક્તિ નથી હોતી. આ પ્રકારે મનને કેળવવા માટે કબીર સાહેબે અગાઉ પણ આપણને માર્ગદર્શન આપ્યું જ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,990
pdf-1અનંત સૂર | Anant Soor 10,636
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,446
pdf-3Amar Varso | અમર વારસો 8,064
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,150