Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સીસ ઉતારૈ ભુઈ ધરૈ, તાપર રાખૈ પાંવ
દાસ કબીરા યોં કહૈ, ઐસા હોય તો આવ

માથું ઉતારીને ભોંય પર મૂકી દે અને પાછો એના પર પગ દાબી દે તો જ પ્રેમના ઘરમાં પ્રવેશ કરી શકાય એવો કબીરદાસનો અભિપ્રાય છે.

નોંધ :  માથું ઉતારી આપવું એટલે સર્વ સમર્પણ કરી દેવું. આ જગતની કોઈ પણ સમૃદ્ધિ પરમાત્માની આગળ તુચ્છ છે એટલું જ નહીં પણ સમૃદ્ધિ માટેની કામનાનો ત્યાગ પણ પરમાત્માની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સર્વ સમર્પણ તે જ કરી શકે કે જેના મનમાં પરમાત્મા સિવાય બીજી કોઈ કામના જ ન હોય !  ‘ઉપર પગ દાબી દેવા’ એમ કહેવા પાછળનો આશય એ જ છે કે અહંભાવનું સંપૂર્ણ વિસર્જન કરી દેવું. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી સાચો પ્રેમ જાગતો જ નથી. તેથી કબીર સાહેબ આપણને અગાઉ કહી જ ગયા છે કે “પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિ.”

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,001
pdf-1અનંત સૂર | Anant Soor 10,641
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,453
pdf-3Amar Varso | અમર વારસો 8,071
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,152