Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

લિખા લિખી કી હૈ નહીં, દેખા દેખી બાત,
દુલહા દુલહિન મિલ ગયે, ફીકી પડી બરાત.

લખાણપટીની વાત જ ક્યાં છે ?  આ તો આંખે દેખ્યાની સાક્ષાત વાત છે. પ્રિયતમ ને પ્રિયતમાં બંને મળી જાય પછી જન તો ફીકી જ લાગે ને !

નોંધ :  કબીર સાહેબ સ્વાનુભૂતિને આધારે આત્મદર્શન થાય તે અવસ્થાનું  વર્ણન કરી રહ્યા છે. ગૂંગો માણસ બોલી શકતો નથી તેને ગોળ ખવડાવીને ગોળનો સ્વાદ પૂછવામાં આવે તો તે વર્ણન કરી શકે ખરો ?  ખરેખર, ગૂંગો માણસ વર્ણન કરી શકતો નથી. છતાં હાવભાવથી તે પોતાનો આનંદ વ્યક્ત કરીને ગોળની મધુરતાને દર્શાવી શકે છે. કબીર સાહેબે ગૂંગા માણસના રૂપકથી આત્મદર્શન કરનારની અવસ્થાનું સચોટ વર્ણન કરી દીધું કહેવાય. આત્મદર્શન થઈ જાય પછી નજરમાં જે ભેદ જણાતો હતો તે મટી જાય છે ને અભેદનું દર્શન થવા લાગે છે. વ્યવહારમાં ભેદ દર્શન થાય છે તેથી આપણે એક બીજાને પત્ર લખીને પોતાના આનંદનું વર્ણન કરી બતાવીએ છીએ. સ્થૂળ દષ્ટિને ભેદ દર્શન જ થતું હોય છે. આત્મદર્શન કર્યા પછી આત્મદષ્ટિ થઈ જાય છે. બધામાં જ આત્મતત્વનો જ અનુભવ થાય છે. બધી જ જગ્યાએ આત્મનું જ દર્શન થતું હોય તો ભેદ ક્યાં રહ્યો ?  તેવી વ્યક્તિ કોને લખે ને ક્યાં લખે ?  જે મનુષ્ય જન્મનો હેતુ નક્કી કરેલો તે સિદ્ધ થઈ જવાથી જગતની મોહિની તેને ફીકી લાગવા માંડે છે. સંસાર અસાર જણાવા માંડે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,000
pdf-1અનંત સૂર | Anant Soor 10,639
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,452
pdf-3Amar Varso | અમર વારસો 8,067
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,150