Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

એક કહૌ તો હૈ નહીં, દોય કહૌં તો ગારિ
હૈ જૈસા તૈસા રહૈ, કહૈ કબીર વિચારી

એ પરમાત્મ તત્વ એક છે એમ કહીએ તો ખરેખર તે અવ્યક્ત હોવાથી તે નથી એમ કહેવાય ને બે રૂપો વાળું છે એમ કહીએ તો તેને ગાળ દીધી એમ કહેવાય. તેથી કબીરે  વિચારીને જ અભિપ્રાય આપ્યો છે કે તે જેવો છે તેવો જ ભલે રહ્યો.

નોંધ :  પરમાત્મ તત્વની ઓળખાણ કેવી રીતે આપવી એ એક સમસ્યા છે. દુન્યવી લોકો તો લંબાઈ પહેળાઈ કે આકારમાં જ માપ કરવા ટેવાયેલા છે તેથી જો પરમાત્મા એક જ છે એમ કહીએ તે પણ બરાબર ન કહેવાય. તે તો અવ્યક્ત છે. જે વ્યક્ત છે તે તેના અનેક સ્વરૂપો છે. ખરેખર તો તે શૂન્ય સ્વરૂપ જ છે. તે બે છે એમ કહેવાથી પણ સારું થતું નથી. પરમાત્મ તત્વને ગાળ દેવા જેવી ભૂલ કરી કહેવાય. તે તો ચંદ્ર ને ચાંદનીની જેમ અદ્વૈત સ્વરૂપ છે માટે કબીર સાહેબે ખૂબ વિચાર કરીને જગતના લોકોને માર્ગદર્શન આપતાં કહ્યું કે જેવો છે તેવો પરમાત્મા ભલે રહ્યો, તેના સ્વરૂપોને કલ્પના કરવાથી તો મતભેદો જ ઊભા થશે. તે સાકાર કે નિરાકાર, તે વ્યક્ત કે અવ્યક્ત કાંઈ નક્કી થઈ શકશે નહીં.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,998
pdf-1અનંત સૂર | Anant Soor 10,638
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,451
pdf-3Amar Varso | અમર વારસો 8,067
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,150