Bhajans

પદ - ૧૦૨૧, આરતી
pada - 1021, ārati

જય બજરંગ બાલા પ્રભુ, જય બજરંગ બાલા;
વાયુ કેરા પુત્ર, અંજની કેરા પુત્ર ... ૧
jay baja-raňg bālā prabhu,  jaya baja-raňg bālā
vāyu kerā putra, aňjani kerā putra ... 1

તેલ ચઢે સિંદુર ચઢે, ફૂલડાની તો માળા;
અડદ ચઢે આનંદે, હરિજન ગુણ ગાતા રે ... ૨
tel chaDhe siňdur chadhe, fuladā-ni to mālā
adad chaDhe anaňde, hari-jan gun gātā re ... 2

તમો સેવક શ્રી રામના પ્રભુ લંકાપુર ચાલ્યા;
સમુદ્ર બાંધી પાર, સીતા શોધ લાવ્યા ... ૩
tamo sevak shri rām-nā prabhu laňkā-pur chālyā
samudra bāňdhi pār, sitā shodh lāvyā ... 3

બજરંગ બાલાની આરતી, જે કોઇ ભાવધરી ગાશે;
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે ... ૪
baja-raňg bālā-ni ārati, je ko-ii bhāv-dhari gāshe
bhane shivā-naňda svāmi, sukh sampat-ti thāshe ... 4

YouTube Video(s):
1. Syadla Bhajan Mandal - 1981