Bhajans

નાદબ્રહ્મ પદ - ૨૦૫, રાગ - કાલેરો
Nādbrahma pada 205, rāga - kālero

Tarsadi Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Tarsadi Bhajan Mandal - 205 Sambhal Re Shyamaliya Re V

સાંભળ રે શ્યામળિયા રે વ્હાલા, તારે ને મારે ઘણી માયા રે;
જો મહેતાજી જમવા ન આવે, તત્ક્ષણ તજું મારી કાયા રે ... ટેક
sāmbhal re shyā-maliyā vahālā, tāre māre ghani māyā re
jo mahetā-ji jamavā na āve, tat-kshan taju māri kāyā re ... repeat

કપટ નહિ કાંઇ મહેતાનાં મનમાં, હેતે હરિના ગુણ ગાવું રે;
વૈષ્ણવજન કેરો વેષ દેખીને, મહેતા ને મંદિર જાવું રે ... ૧
kapat nahi kāň-ii mahetā-nā man-māň, hete hari-nā gun gāvu re
vaishnav-jan kero vesh dekhi-ne, mahetā ne maňdir jāvu re ... 1

વિશ્વંભર વિનંતિ મારી માનો, પ્રીત પૂર્વની રાખો રે;
અમો અબલા કો આધાર તમારો, ભક્ત ઉદ્ધારણ રાખો રે ... ૨
vishvam-bhar vinaňti māri māno, prit purva-ni rākho re
amo abalā ko ādhār tamāro, bhakta ud-dhāran rākho re ... 2

નાગર સર્વે જમવા ચાલ્યા, હાથમાં ચંબુ લીધાં રે;
અંતર્યામીએ તત્ક્ષણ જાણ્યું, ન્યાતમાં ઢેડાં કીધાં રે ... ૩
nāgar sarve jamavā chālyā, hāth-māň chambu lidhā re
aňtar-yāmi-e tat-kshan jānyu, nyāt-māň Dhedā kidhā re ... 3

થર થર નાગર ધ્રુજવા લાગ્યા, કહો કેમ કરીશું રે;
મહેતાજીને ન્યાત બહાર પાડતા, આપણ સર્વે પડીશું રે ... ૪
thar thar nāgar dhrujavā lāgyā, kaho kem kari-shuň re
mahetā-ji-ne nyāt bahār pādatā, āpan sarve padi-shuň re ... 4

માન મૂકી મનાવવા ચાલ્યા, મહેતાજી શરણે રાખો રે;
ભક્તિ તણો છે મોટો મહિમા, નિત નિત દર્શન આપો રે ... ૫
mān muki manāv-vā chālyā, mahetā-ji sharane rākho re
bhakti tano chhe moto mahimā, nita nita darashan āpo re ... 5

કપટ નહિ કાંઇ ભકતના મનમાં, મહેતાજી જમવા આવ્યા રે;
માનબાઇના સ્વામી શ્યામળિયા, ન્યાતમાં ઢેડા સમાવ્યા રે ... ૬
kapat nahi kāň-ii bhakta-nā man-māň, mahetā-ji jamavā āvyā re
mān-bāii-nā svāmi shyāmaliyā, nyāt-māň Dhedā samāvyā re ... 6

English Translation:
0. Listen O' Shyam my dear, how strong is bond of love;
I'd give up my body, if Mehta Ji won't come for lunch.

1. Mehta nurtures no ill-will in heart, heartily sings prayers;
Seeing Vaishnavaite attire, I wish visiting Mehta's temple.

2. Vishwambhar, accept my request, love me as before;
I, the helpless have your support, be my Emancipator.

3. All Nagar went for lunch holding vessel in hands;
Soon Antaryami learning this did cleaning in caste.

4. Nagars trembling worrying curse, what shall we do now;
Casting Mehta Ji out of caste, we'll be cast out alive.

5. Leaving ego aside, they went to placate Mehta Ji;
Merit of devotion is greater, let's ever see your sight.

6. With no ill-will in mind of devout, Mehta came for lunch;
Graced by Manbai's lord Shyam, Dheds're involved in caste.

વિશ્વંભર (Vishwambhar) = One who pervades or sustains the whole world. Bhagwan Vishnu.
અંતર્યામી (Aňtaryāmi) = The Supreme Soul dwelling in heart of every living being, Evident Soul (Vedānt)
ઢેડા (Dhedā) = Members of untouchable caste, sweepers, etc.