Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૬૯, રાગ - ધોળ
Nādbrahma pada 769, rāga - dhol

Mahila Mandal

Mahila Mandal - 769 Satguruji Re Lagan

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Mahila Mandal - Syadla - Sadguruji Lagan Lai Aavya (Nad

સતગુરુજી રે લગન લઇ આવ્યા, શબ્દ સંસાર મારે મન ભાવ્યા;
પ્રેમની આરતી મોતીડે વધાવ્યા, તો ભાગ્ય ફર્યાં પેલા ભવતણા રે ... ટેક
sat-guru-ji re lagan la-ii āvyā, shabda saňsar māre man bhavyā
prem-ni ārati motide vadhāvya, to bhāgya faryā pelā bhav-tanā re .... repeat

શબ્દરૂપી ચાંદલિયો ચોડ્યો, નિવૃત્તિ કન્યા શું વિવાહ જોડ્યો;
કામ ક્રોધનો ભય સહુ મોડ્યો, તો વિવાહ જોડ્યો જુગતે કરી રે ... ૧
shabda-rupi chaňdaliyo choadyo, nivrut-ti kanyā shuň vivāh jodyo
kām krodh-no bhay sahu modyo, to vivāh jodyo jugate kari re ... 1

ગગન મંડલમેં માંડવો રચાવ્યો, પચરંગી રંગે રંગાયો;
અમી રસ કુપી દોરીએ બંધાયો, તો સાયો કાચે તાર શું રે ... ૨
gagan maňdal-meň maňdvo rachāvyo, pach-raňgi raňge raňgāyo
ami ras kupi dori-e baňdhāyo, to sāyo kāche tār shuň re ... 2

મંડપની શોભા અતિ સારી, રત્ન જડિત જરૂખા ને જારી;
અનંત કલા સુરતિ જાયે વારી, તો ઝલહલ જ્યોતિ ત્યાં ઝળહળે રે ... ૩
maňdap-ni shobhā ati sāri, ratna jadit jarukhā ne jāri
anaňt kalā surati jāye vāri, to jhal-hal jyoti tyaň jhal-hale re ... 3

હૃદયમેં હરિવર તોરણે આવ્યા, સોળે કળા સંપૂર્ણ લાવ્યા;
પ્રેમની આરતી મોતીડે વધાવ્યા, તો નિરખ્યા રૂપ નયણાં ભરી રે ... ૪
raday-meň hari-var torane āvyā, sole kalā sampurna lāvyā
prem-ni ārati motide vadhāvyā, to nirakhyā rup nayanā  bhari re ... 4

સુષ્મણા સાસુજી પોંકવા આવ્યા, પાંચ પચ્ચીશને વાળી લાવ્યા;
ઇંગલા પિંગલાને બેડલાં ચઢાવ્યાં, તો પોંકણ પોંક્યા પ્રેમશું રે ... ૫
sushamanā sāsu-ji poňkvā āvyā, pāňch pach-chish-ne vāli lāvyā
iňgalā piňgalā-ne bedalā chaDhāvyā, to poňkan poňkyā prem-shuň re ... 5

નિવૃત્તિ કન્યાને પધરાવો, સતગુરુ શબ્દનો હસ્ત મેળવાવો;
રણકાર વેદની ધૂમ મચાવો, તો અનહદ વાજાં ગડગડે રે ... ૬
nivrut-ti kanyā-ne padha-rāvo, sat-guru shabda-no hasta melavāvo
ran-kār ved-ni dhum machāvo, to anahad vājā gad-gade re ... 6

ભજન કરી જેણે હરિવર વરીઆ, જન્મ મરણ નો ફેરો ટળીઆ;
કહે પ્રેમદાસ સાચા સતગુરૂ મળ્યા, તો અખંડ ચૂડો અમર રહ્યો રે ... ૭
bhajan kari jene hari-var vari-ā, janma maran no fero tali-a
kahe prem-das sāchā sat-guru malyā, to akhaňd chudo amar rahyo re ... 7

YouTube Video(s):
1. Marriage Procession - 1 of 2  December 31, 2009, Kapura
    Marriage Procession - 2 of 2  December 31, 2009, Kapura