Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સેમર સુવના સેઈયા, દુઈ ઢેંઢી કી આસ
ઢેંઢી ફૂટિ ચટાક દે, સુવના ચલા નિરાસ !

સેમર = શીમળાનું ઝાડ, સુવના=પોપટ, ઢેંઢી = ફળ

શીમળાના ઝાડ પર બેસીને પોપટ ફળની આશાએ તેની માવજત કરવા લાગ્યો. પરંતુ એ ફળ તો ચટાક દઈને ફૂટી જતાં તેમાંથી સૂકા રેશા જ ઊડી ગયા ને આખરે પોપટ નિરાશ થઈને ઊડી ગયો.

નોંધ :  શીમળાના ઝાડ પર ફળ લાગે છે. તે ફળનો આકાર સુંદર હોય છે. એટલું જ નહીં પણ કદમાં પણ મોટું લાગે છે. તેથી પોપટ તે રસદાર ફળ થશે ને પોતાને તૃપ્તિ થશે એવી આશાથી તેની માવજત કર્યા કરે છે. દિન પ્રતિદિન તે ફળ મોટું ને મોટું થતું જાય છે ને પોપટ હરખાતો જાય છે. પરંતુ એક દિન પોપટ માવજત કરી રહ્યો હતો ત્યારે તેની ચાંચ લાગવાથી તે ફળ અચાનક ફાટે છે ને તેમાંથી રૂ જેવા સુંવાળા  રેશાઓ ઉડવા માંડે છે. તેમાંથી રસનું એક પણ ટીપું પોપટને જોવાનું મળતું નથી. આખરે પોપટ નિરાશ થઈને ઊડી જાય છે. સંસારી જીવોની પણ એવી જ દશા થાય છે. મમતામાં મોટા થાય, સમૃદ્ધિ ભેગી કરે, તેને સાચવે, તેની માવજત કરે ને એક દિવસ આચાનક બધું અહીં જ મૂકીને જીવ ચાલ્યો જાય !  કબીર સાહેબે જ સુંદર રૂપકથી આખી વાતને સચોટ રીતે રજૂ કરી છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,717
pdf-1અનંત સૂર | Anant Soor 10,308
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,265
pdf-3Amar Varso | અમર વારસો 7,929
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,971