Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૧૩, રાગ - સજની
Nādbrahma pada 613, rāga - sajani

સજની જઇએ રે જમુના, જ્યાં ખેલ કરે રે કનૈયો;
sajani ja-ii-e re jamunā, jyāň khel kare re kanaiyo

હિંડોળે બાંધ્યો હીર દોરી, શામળીઓ ને શ્યામા ગોરી રે;
હિંડોળે દોઉ જન બૈઠે, હુલરાવે સખી સૌ હેઠાં રે ... ૧
hiňdole bāňdhyo hir dori, shāmali-o ne shyāmā gori re
hiňdole do-u jan bai-the, hula-rāve sakhi sa-u hethā re ... 1

ઘૂમરડી ઘાલે વ્રજનારી, તહાં દર્પે તે લાડ કુમારી રે;
બાંય ગ્રહી અંગોઅંગ ભીડે, માનુની મનમથ પીડે રે ... ૨
ghumardi ghāle vraj-nāri, tahāň darpe te lād kumāre re
bāňy grahi aňgo-aňg bhi-de, mānu-ni man-math pide re ... 2

એક રૂપ રસાલું ગાયે, બીચ વેણ મધુર સુર વાયે રે;
તહાં તાલ મૃદંગ ઝડી લાગે, બીચ રમણ રમે બડભાગી રે ... ૩
eka rup rasālu gāye, bich ven madhur sur vāye re
tahāň tāl mrudaňg jhadi lāge, bich raman rame bad-bhāgi re ... 3

હરિની લીલા લ્હેર લટ લાગી, તહાં ઝુલે પ્રેમ સોહાગી રે;
હરિની લીલા કહી નવ જાય, રસ રહ્યો અધર મૂખે ગાઈ રે ... ૪
hari-ni lilā laher lat lāgi, tahāň jhule prem sohāgi re
hari-ni lilā kahi nav jāy, ras rahyo adhar mukhe gā-ii re ... 4

હરિને પુષ્પ પવિત્ર સોહાવે, ગોપી નંદનંદને ઝુલાવે રે;
તહાં નરસૈંયો નિત નિત નાચે, શોભા જોઈ ભક્તજન રાચે રે ... ૫
hari-ne pushpa pavitra sohāve, gopi naňda-naňda-ne jhulāve re
tahāň nar-sai-yo nit nit nāche, shobhā jo-ii bhakta-jan rāche re ... 5

YouTube Video(s):
1. Syadla Bhajan Mandal - September 2, 2010, Janmashtami