Bhajans

નાદબ્રહ્મ પદ - ૮૨૮
Nādbrahma pada  828

કહે ભાઈ રૂડું તે શું કર્યું, પામ્યો મનુષ્ય દેહ;
હરિ રસ પ્રેમે પીધો નહિ, હરિ સંગ કર્યો ન સ્નેહ ... ટેક
kahe bhā-ii rudu te shuň karyu, pāmyo manushya deh
hari ras preme pidho nahi, hari saňg karyo na sneh ... repeat

રમતાં તે દહાડાં નિર્ગમ્યા, જ્યાં લગી હતો તું બાળ;
ધ્રુવની પેરે સેવ્યો રે, દીનાનાથ દયાળ ... ૧
ramatā te dahādā nirgamyā, jyāň lagi hato tuň bāl
dhruv-ni pere sevyo re, dinā-nāth dayāl ... 1

નાના થકી પરણાવ્યા રે, નાંખ્યો માયાની જાળ;
મહાજુગ મોહ્યો નાથદી રે, ત્યાંથી ભજો રે ગોપાળ ... ૨
nānā thaki par-nāvyā, nākhyo māyā-ni jāl
mahā-jug mohyo nāthadi re, tyāň-thi bhajo re gopāl ... 2

સાચાં જૂઠા તેં બહુ કર્યાં રે, એમ કર્યું એકત્ર દ્રવ્ય;
હતું છતા પણ વાપર્યું નહિ, નહિ થયું પુન્ય ને દાન ... ૩
sāchā juthā teň bahu karyā, em karyu ekatra dravya
hatuň chhatā pan vāparyu nahi, nahi thayu punya ne dān ... 3

મરતાં દીઠાં રે અતિ ઘણા, અમર રહ્યું નહિ કોઈ;
સહુદેવ જ્યાં ઉડી ગયા, હૃદયે વિચારી જોઈ ... ૪
maratā dithā re ati ghanā, amar rahyu nahi ko-ii
sahu-dev jyāň udi gayā, rudaye vichāri jo-ii ... 4

એક દિન એવો આવશે, દીવડો વાએ ઓલવાય;
એવું જાણી ભજો ભગવાન, આત્મા સાધન થાય ... ૫
eka din evo āv-she, divado vā-e ola-vāy
evu jāni bhajo bhag-vān, ātmā sādhan thāy ... 5

જે જ્યાં હતું તે ત્યાં રહ્યું, સાથે આવ્યું ના કાંઈ;
ભાલણના સ્વામી સંદેશો કહી ગયાં રે, ભાઈઓ પામો સાધન ... ૬
je jyāň hatuň te tyāň rahyu, sāthe āvyu nā kāň-ii
bhālan-nā svāmi saňdesho kahi gayā re, bhā-ii-o pāmo sādhan ... 6