Bhajans

નાદબ્રહ્મ પદ-૮૫૩, રાગ-ઓખા હરણની ચોપાઈ
Nādbrahma pada - 853, rāga - okhā haran-ni chopā-ii

ભક્તિ એવી રે ભાઈ એવી, જેમ તરસ્યાને પાણી જેવી!
એક ગોધન ચારવાને જાય, એની સુરતા વાછરડાં માંય;
ચરણે ફરવું ને ચોદિશ ચરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ...    ૧
bhakti evi re bhā-ii evi, jem tarasyā-ne pāni jevi
ek godhan chārvā-ne jāy, eni suratā vāchhardā māňy
charane farvu ne chodish charvu, evu hari-charane chitt dharvu … 1

એક યુવતી જળ ભરવાને જાય, સામી સખીઓથી વાતો થાય;
માથે બેડું ને લે છે તાળી, મૂખે હશે છે વારી વારી;
બેડું ચિત્તથી નથી રે વિસરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ...    ૨
ek yuvati jal bharvā-ne jāy, sāmi sakhi-o-thi vāto thāy
māthe bedu ne le chhe tāli, mukhe hashe chhe vāri vāri
bedu chitt-thi nathi re visarvu, evu hari-charane chitt dharvu … 2

એક ભ્રમર કમળમાં રહે છે, તેને વાસના કેવી ગમે છે;
સાંજ પડે ને કમળ બિડાયું, અકળાયો ને ક્યાંય ના જવાયું;
એને કમળની પ્રીતે રે મરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ...    ૩
ek bhramar kamal-māň rahe chhe, tene vāsanā kevi game chhe
sāňj pade ne kamal bidāyu, aklāyo ne kyāňya nā javāyu
ene kamal-ni prite re marvu, evu hari-charane chitt dharvu … 3

એક મૂઢપતિ નર જેહ, પરનારીની સાથે સ્નેહ;
જાય છે અધમ અધમ ડગ ભરતો, પરનારીની પૂંઠે ફરતો;
એને શુળીની પેરે રે ડરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ....    ૪
ek muDHpati nar jeh, parnari-ni sāthe sneh
jāy chhe adham adham dag bharto, parnarini puňthe farto
ene shuli-ne pere re darvu, evu hari-charane chitt dharvu … 4

એક માછલી જળમાં વસે છે, એને પાણીનો પ્રવાહ ગમે છે;
કો પાપીએ બારણે કાઢી, તલ તલ જીવ થયો રે ઉદાસી;
એને જળ વિનાનું રે મરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ...    ૫
ek māchhali jal-māň vase chhe, ene pāni-no pravāh game chhe
ko pāpi-e bārane kāDHi, tal tal jiv thayo re udāsi
ene jal vinā-nu re marvu, evu hari-charane chitt dharvu … 5

એક ગણિકા નૃત્ય કરે છે, મનગમતા શણગાર સજે છે;
એક આંખ આંજી અણિયાળી, નખશિખ નિરખે છે નારી;
પારકું ચિત્ત પોતાનું કરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ....    ૬
ek ganikā nrutya kare chhe, man-gamtā shangār saje chhe
ek āňkh āňji aniyāli, nakh-shikh nirakhe chhe nāri
pārku chitt potānu karvu, evu hari-charane chitt dharvu … 6

એક ચોર તે ચોરી કરે છે, પર મંદિરે ફેરા ફરે છે;
વળી માઝમ રાત અંધારી, મૂરખ નથી ડરતો રે લગારી;
પારકું ધન પોતાને રે હરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ...    ૭
ek chor te chori kare chhe, par maňdire ferā fare chhe
vali mājham rāt aňdhari, murakh nathi darato re lagāri
pārku dhan potāne re harvu, evu hari-charane chitt dharvu … 7

બપૈયાને વરસાદ વ્હાલો, એવી પ્રેમભક્તિ તમે ઝાલે;
ચકોર ચિત્ત ચંદ્ર ઘાલે, અણપેખતાં દૃષ્ટિને બાળે;
કહે કલ્યાણ એથી ન ઉતરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું ...    ૮
bapaiyā-ne varsād vahalo, evi prem-bhakti tame jhāle
chakor chitt chandra ghāle, anpekhtā drashti-ne bāle
kahe kalyān ethi na utarvu, evu hari-charane chitt dharvu … 8