Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અદબુદ પંથ બરનિ નહિ જાઇ, ભૂલે રામ ભૂલિ દૂનિયાઇ
જો ચેતહુ તો ચેતહુ રે ભાઇ, નહિ તો જીવહિં જમ લે જાઇ - ૧

સબ્દ ન માનૈ કથઇ જ્ઞાના, તાતે જમ દીયો હૈ થાના
સંસૈ સાવજ બસૈ શરીરા, તિન ખાયો અનબેધલ હીરા - ૨

સાખી:   સંસય સાવજ દેહમેં, ખલૈ સંગ જુઆરિ
          ઐસા ઘાયલ બાપુરા, જીવ હિં મારૈ ઝારિ.

સમજુતી

મોક્ષમાર્ગના અદભૂત પંથનું વર્ણન થઈ શકે એમ નથી કારણ કે તે પરમ તત્ત્વ રામને ભૂલાવે છે અને સાથે સાથે દુનિયાના સદ્વ્યવહારને પણ ભૂલાવે છે. તેથી ચેતવું હોય તો હે સાધક ભાઇબ્હેનો ચેતી જજો, નહિ તો યમ લઇ જ જશે - ૧

સત્પુરુષોના ઉપદેશ તો તેવા લોકો માનતા જ નથી બલકે પોતે જ્ઞાની હોવાનો ખેલ રચે છે તેથી તેનામાં યમરાજે બરાબર પોતાનું સ્થાન જમાવી દીધું છે. - ૨

સાખી:  આ શરીર રૂપી પીંજરામાં શંકારૂપી શિકારી રહેલો છે ને જીવ તેની સાથે જુગાર રમવા માંડી પડે છે. શિકારીના લાલચમાં ફસાયલો બીચારો જીવ પુષ્કળ માર ખાય છે.

૧. અદભૂત પંથ એટલે અનેક સંપ્રદાયમાં વહેંચાયલો મોક્ષનો માર્ગ. કોઈ કર્મથી જ મુક્તિ મળે છે એમ કહે છે તો કોઈ ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ કહે છે. વળી ત્રીજા જ કોઈ જ્ઞાન વિના મીક્તી નથી એવું સાબિત કરવા પ્રયત્ન કરે છે. ખરેખર મુક્તિ માટે એક માત્ર કર્મ પણ ઉપયોગી નથી અને એકલી ભક્તિ કે જ્ઞાન પણ પૂરતાં ગણાય નહિ. ત્રણેણો સમન્વય જીવનમાં સુખશાંતિને ખેંચી લાવે છે અને સમ્યક પ્રકારે મુક્તિ પ્રાપ્ત થાય છે.

૨. ભૂલિ દૂનિયાઇ એટલે દૂન્યવી વ્યવહાર પણ યોગ્ય રીતે તેવા સંપ્રદાયમાં બદ્ધ થયેલા જીવો સાચવી શકતા નથી. ખરેખર તો જે રામને ભૂલે છે તે સર્વસ્વને ગુમાવે જ છે. કારણ કે કયું સાચું ને કયું ખોટું તે સાચવવામાં જીવ ગૂંચવાય છે ને આખરે અનેક પ્રકારના પ્રપંચો ખેલે છે. માણસાઇનો પણ ધ્વંસ થતો રહે છે. ભાઇ સાથે ભાઈ કે પિતા સાથે પુત્ર પણ સરખો વ્યવહાર અથવા તો સદ્વ્યવહાર જાળવી શકતો નથી. એના કારણ તરીકે સંશય રૂપી પંખીને કબીર સાહેબ જવાબદાર લેખે છે.

૩. જ્યાં સુધી મન સંશય ગ્રસ્ત હોય છે ત્યાં સુધી વિકાસના પંથે પ્રયાણ પણ થઈ શકતું નથી. ગીતા પણ કહે છે કે
અવિશ્વાસ શંકા હશે તે તો નષ્ટ થશે,
અ જગમાં તેને નહિ કોઈ સુખ ધરશે. (સરળ ગીતા અ-૪)
શંકાગ્રસ્ત મન અશુદ્ધ ગણાય. ભગવાન પાસે પહોંચવા માટે તો શુદ્ધ મન જ જવાબદાર છે. શંકા વિહોણી મનની સ્થિતિ શુદ્ધ ગણાય. બેધલ હીરા એટલે પાસા પાડ્યા વિનાના હીરા. જ્ઞાન, ભક્તિ ને કર્મથી જ હીરા પર પાસા પડે છે અને આ જગતના બજારમાં તેનું મૂલ્ય નક્કી થાય છે. તેથી શંકાખોર માનસ આત્મવિકાસ માટે બાધક છે.

૪. શંકાખોર માનસ મનની અશુદ્ધ અવસ્થા ગણાય છે. તેવી અવસ્થામાં કોઇને પણ સુખ પ્રાપ્ત થતું નથી. શંકા કુશંકા ઉદભવતી રહે ત્યાં સુધી મનને જંપ વળતો નથી. તેવી સ્થિતિમાં હાથમાં આવેલી બાજી પણ એળે ચાલી જાય છે. જીવે જેનાથી સુખ મળશે એવું વિચારેલું હોય તેનાથી સુખને બદલે દુઃખ જ મળતું હોય તો તેનો જુગાર જીવને ભારે પડી જાય છે. આત્મા રૂપી હીરાને પાસા પાડવા માટે તેવી ભૂમિકા યોગ્ય ગણાતી નથી. સ્થિર મન વડે જ આત્મારૂપી હીરાને પાસા પડે છે અને અતિ કિમતી ગણાય છે. તેવી સ્થિતિનું વર્ણન કરતા ગીતા કહે છે.
શંકા છોડી જેમણે તાજું વળી અભિમાન,
તેને બાંધે કર્મ ના થયું જેમણે જ્ઞાન. (સરળ ગીતા અ-૪)
અર્થાત જ્ઞાન-ભક્તિ ને કર્મનો સમન્વય માનવજાતિને અતિ ઉપયોગી છે એવું કબીર સાહેબ અહીં ભારપૂર્વક કહેવા માંગે છે. એકલો કર્મકાંડ નહીં, એકલી ભક્તિ નહીં અને એકલું માત્ર જ્ઞાન નહીં, ત્રણેનો સમન્વય જ માનવ જીવનને પ્રયાગ બનાવી શકે એવી કબીર સાહેબની વાણી વીસમી સદીના અંત ભાગે પણ સાચી જ લાગે છે.

English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir.  We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.

Meaning:
There are many strange religions, and it is difficult to describe them. Beguiled by maya, the people have forgotten God. O my brother! If you wish to awaken, then wake up, or else Yama will take your life. Yama has given a refuge to the person who does not know the Word but discusses words of wisdom. Doubts, as wild animals, are residing in the body, and eat up the precious, flawless diamond.

Sakhi: Doubts, as wild animals, dwell in the body, and gamble with the soul. They have sorely wounded the poor soul and have killed it.

Commentary:
The world has many religions which are divided into many sects and sub-sects or branches. Each interprets the scriptures according to its own understanding, and they have devised various ways of worshipping God, and of practising religious life according to their various interpretations of their scriptures. Guru Kabir calls them strange because they all profess to worship one God, one Truth. The followers of each has the same spirit dwelling in them; God resides in all equally, and yet they have caused confusions among themselves because of the proliferation of various beliefs. As a result they have missed the point and have lost sight of God in the process. In other words, they have failed to realize the Truth. They remain fooled by maya (illusion) because they continue to be driven by the various passions of ego, lust, anger, greed and attachments in the world of materialism.

The soul resides within all beings and it manifests the consciousness of God. People cannot find God anywhere else in the world except in their own selves. Of what use then are the various belief systems and practices which people follow. They cause only misunderstanding and intolerance, and God "fall through the cracks" between them. Without realizing the Truth, they try to discuss words of wisdom with great conviction. No wonder Guru Kabir exhorts people to wake up. If they do not, they will not find the salvation which they are seeking, but will find death awaiting them. Because they have not realized the Truth, doubts are having a grand time "gambling" with the soul. The soul is divine, eternal and flawless, but the mind of man cannot grasp its reality because it is caught up with doubts perpetrated by all the various religions and their fragmentary branches. Guru Kabir has used the symbolism of killing the soul figuratively, as the soul cannot be killed. It means that doubts keep the soul in bondage due to spiritual ignorance. When all doubts are removed only then can self realization occur.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,797
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,465
pdf-2અનંત સૂર | Anant Soor 9,044
pdf-3Amar Varso | અમર વારસો 7,354
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,704