Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૧૬, રાગ - સજની
Nādbrahma pada 616, rāga - sajani

સજની ઝરમર ઝરમર વર્ષે રે, તેમ નાથને નારી વિલસે;
લપટાણી અબલા અંગે, ઘુમરડી ઘાલે રંગે ... ટેક
sajani jhar-mar jhar-mar varshe re, tem nāth-ne nāri vilase
lap-tāni abalā aňge, ghumardi ghāle raňge ... repeat

અબલાએ અંબોડો વાળ્યો, ઉર અંબર અંતર ટાળ્યો;
ચતુરાને ચોળી ચલકે, નથ વેસર મોતી ઝલકે ... ૧
ablā-e ambodo vālyo, ur ambar aňtar tālyo
chaturā-ne choli chalake, nath vesar moti jhalake ... 1

જેમ વ્યોમ વીજલડી ઝબુકે, મધ્યે મોર કોકિલા ટહુકે;
વાંસલડી વ્હાલો વાયે, તેમ નાચે ને ગોપી ગાયે ... ૨
jem vyom vijaladi jhabuke, madhye mor kokilā takuke
vaňsaladi vahālo vāye, tem nāche ne gopi gāye ... 2

શ્યામા કામ તે ઘેલી ડોલે, મનમોહન શું હસી બોલે;
ગોફણલી ઘુંઘરડી ઘમકે, તાલી દેતાં કાંકણલી ખલકે ... ૩
shyāmā kām te gheli dole, man-mohan shuň hasi bole
gofanali ghuňghardi ghamake, tāli detā kaňkanali khalake ... 3

હિંડોળે હીંચે વનમાલી, વારંવાર ઓવરણા વારી રે;
ઘાલે કંઠે મુક્તાફલહાર, મોહ્યાં મુગટે તે નંદકુમાર ... ૪
hiňdole hiňche van-māli, vāram-vār ovaranā vāri re
ghāle kaňthe muktā-fal-hār, mohyā mugate te naňda-kumar ... 4

એક ઊભી નાથ નિહાળે, એક ચાલીને ચમર ઢોલે;
એક ફૂલી અંગ નમાયે, એક ભીડે હૃદીયા માંહે ... ૫
eka ubhi nāth nihāle, eka chāli-ne chamar Dhole
eka fuli aňg namāye, eka bhide rudiyā maňhe ... 5

કરે દેવ દુદુંભી નાદ રે, શ્રવણે સુની શ્યામા સાદ રે;
કરે પુષ્પવૃષ્ટિ અપાર રે, મુખે બોલે જૈ જૈકાર ... ૬
kare dev dudumbhi nād re, shravane suni shyāmā sād re
kare pushpa-vrushti apār re, mukhe bole jai jai-kār ... 6

નરસૈંયો પ્રેમે ભરાણો રે, શ્યામ સર્વેમાં પટરાણો;
લીલા જોતાં તૃપ્ત ન થાયે, તાલ દઇને પુંઠે ગાયે ... ૭
nar-sai-yo preme bharāno re, shyām sarve-maň pata-rāno
lilā jotā trupta na thāye, tāl da-ii-ne puňthe gāye ... 7

YouTube Video(s):
1. Orna Bhajan Mandal - 1 of 2 August 2008, Janmashtami
    Orna Bhajan Mandal - 2 of 2 August 2008, Janmashtami
2. Orna Bhajan Mandal - September 2, 2010, Janmashtami