Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૯૯, રાગ - પંથીડો
Nādbrahma pada 699, rāga - panthido

હરિ નહિ આવ્યા રે હો, સજની કહો કેમ કીજે આજ;
આપણ એકલા રે હો, વનમાં મેલી ગયા વ્રજરાજ ... ટેક
hari nahi āvyā re ho, sajani kaho kem kije āja
āpan ekalā re ho, van-māň mEli gayā vraj-rāj … repeat

અમો મહા અભાગણી રે હો, નાથ ન ધરવી રીસ;
અમો અપરાધી રે હો, વ્હેલા સહાય કરો જગદીશ ... ૧
amo mahā abhāgani re ho, nāth na dharavi ris
amo apa-rādhi e ho, vahelā sahāy karo jag-dish … 1

આવડું ક્યાં કરો રે હો, અવગુણ શા શા કીધાં મન;
બિરુદ  તમારું રે હો, આગે પતિત પાવન ... ૨
āvadu kyāň karo re ho, ava-gun shā shā kidhā man
birud tamāru re ho, āge patit pāvan … 2

સુરપતિ કોપ્યો રે હો, માંડી વૃષ્ટિ અખંડ ધાર;
ગોવર્ધન કર ધર્યો રે હો, હરિએ ઉગાર્યા તેણીવાર ... ૩
sur-pati kopyo re ho, māňdi  vrushti akhaňd dhār
govar-dhan kar dharyo re ho, hari-e ugāryā teni-vār … 3

દાવાનલ થકી રે હો, રાખ્યાં ગોપી ગ્વાલ;
તે સંભાળજો રે હો, દર્શને દ્યોને દિનદયાલ ... ૪
dāvā-nal thaki re ho, rākhyā gopi gavāl
te sambhāl-jo re ho, darshane dyone din-dayāl … 4

પ્રીત પૂર્વતણી રે હો, હરિએ સંભાળી તેણીવાર;
તત્ક્ષણ પ્રગટ્યા રે હો, અબળા પામી હરખ અપાર ... ૫
prit porva-tani re ho, hari-e sambhāli teni-vār
tat-kshan pragatyā re ho, abalā pāmi harakh apār … 5

વ્રહદેવનો સ્વામી મળ્યો રે હો, સર્વે સુખી થઈ વ્રજનાર;
મનમાં આનંદ ઘણો રે હો, આવ્યા પ્રાણધાર ... ૬
vrah-dev-no svami malyo re ho, sarve sukhi tha-ii vraj-nār
man-māň ānaňd ghano re ho, āvyā prān-dhār … 6

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - November 5, 2011
2. Shree Ramkabir Mandir Bhajan Mandal - March 6, 2012, Bhakta Bhajan Sammelan (Panama)