Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૯૮, રાગ - પંથીડો
Nādbrahma pada - 698, rāga - panthido

વનવન શોધતી રે હો, જોતી પદમ તણા એંધાણ
ડગમગ ડોલતી રે હો, બોલતી મૂકી મનની સાન ... ટેક
van-van shodhati re ho, joti padam tana eňdhān
dag-mag dolati re ho, bolati muki man-ni sān ... repeat

હૈયું બિગાડતી રે હો, નારી હરિ વિના થઇ નિરાશ
મૂર્છા પામતી રે હો, નરહરિ નહિ દેખે નિશ્વાસ ... ૧
hai-yu bigādati re ho, nāri hari vinā tha-ii nirāsh
murchhā pāmati re ho, nar-hari nahi dekhe nishvās ... 1

અવની આળોટતી રે હો, જાણ્યું પ્રેમદા તજશે પ્રાણ
સખી સમજાવતી રે હો, આપણ રમીએ રાસવિલાસ ... ૨
avani ālot-ti re ho, jānyu prem-dā taj-she prān
sakhi samajāv-ti re ho, āpan rami-e rās-vilās ... 2

હરિએ જે કર્યું રે હો, લીલા આચરીએ તેણી વાર
એક થઇ પુતના રે હો, એક થઇ કાન નાનેરું બાળ ... ૩
hari-e je karyu re ho, lilā āchari-e teni vār
eka tha-ii put-nā re ho, eka tha-ii k(h)ān nāneru bāl ... 3

તેને શોધી રે હો, ફરતી પ્રાણ પવન તેણીવાર
વાય વંટોળિયો રે હો, લઇને ઉડતી આકાશ ... ૪
tene shodhi re ho, farati prān pavan teni-vār
vāy vaňtoliyo re ho, la-ii-ne udati ākāsh ... 4

એક મંહી હિંડોળતી રે હો, બાંધતી ઊલખા સાથે હાથ
વૃક્ષ ઉખેડતી રે હો, ભરતીજમલા અર્જુન બાથ ... ૫
eka maňhi hiňdol-ti re ho, bāňdh-ti ulakhā sāthe hāth
vruksha ukhed-ti re ho, bharati-jamalā arjun bāth ... 5

અદ્‌ભુત ચુરંતી રે હો, કરતી દાવાનલનું પાન
પર્વત તોળતી રે હો, હરતી ઇન્દ્ર તણું અભિમાન ... ૬
ada-bhut churaňti re ho, karati dāvā-nal-nu pān
parvat tolati re ho, harati indra tanu abhi-mān ... 6

બાંસુરી વગાડતી રે હો, કરતી અન્યોન્ય ગાન
રાસ રમાડતી રે હો, નારી થઇ સ્વયં ભગવાન ... ૭
bāňsuri vagād-ti re ho, karati anyonya gān
rās ramād-ti re ho, nāri tha-ii svayam bhag-vān ... 7

વ્રેહની વ્યાકુલતી રે હો, વનિતા હીંડે વનમોઝાર
અનાથ એકલી રે હો, વનમાં મેલી ગયા વ્રજનાથ ... ૮
vreh-ni vyakul-ti re ho, vanitā hiňde van-mojhār
anāth ekali re ho, van-māň mEli gayā vraj-nāth ... 8

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - 1 of 2  October 26, 2009
    Shree Ramkabir Mandir Bhajan Mandal - 2 of 2  October 26, 2009