Bhajans

નાદબ્રહ્મ પદ-૭૬૫, રાગ – ધોળ
Nādbrahma pada - 765, rāga - dhol

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Mahila Mandal - Syadla - Radha Ne Krishna Banne (Nadbra

રાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે, માંડવડો વધાવ્યો છે કોડે;
કેડે બેસી બન્ને જાય છે જોડે, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ટેક
radhā ne krushna banne chadhya var-ghode, maňdavdo vadhāvyo chhe kode
kede besi banne jāy chhe jode, to jugal svarupe sadhāryā re … repeat

નંદ જશોદાનાં પગલાં પનોતાં, ગાતાં ને વાતાં પાદરે પહોંચ્યા;
વળાવી આવ્યા સર્વે સમોતાં, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૧
naňda jashodā-na pagalā panotā, gātā ne vātā pādare pahoňchyā
valāvi āvya sarve samotā, to jugal svarupe sadhāryā re … 1

વેવાઈ ભેટ્યા છે આનંદ આણી, ભેટતાં ભેટતાં બાંધ્યા છે તાણી;
મશ્કરીમાં હસ્યાં સૌ પ્રાણી, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૨
vevā-ii bhetyā chhe ānaňd āni, bhetatā bhetatā bāňdhyā chhe tāni
mash-kari-māň hasyā sa-u prāni, to jugal svarupe sadhāryā re … 2

આપ્યું છે દાન ને લીધું છે દામ, છોડાવ્યાં નંદરાય વૃષભાન;
સંગાતે મળીને ચાલી છે જાન, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૩
āpyu chhe dān ne lidhu chhe dām, chhodāvyā naňda-rāy vrush-bhān
saňgāte mali-ne chāle chhe jān, to jugal svarupe sadhāryā re … 3

કેડે બેઠા તેનું દામ જ આપ્યું, જન્મો જનમનું દારિદ્રય કાપ્યું;
આનંદે ઉલટીને સર્વેને આપ્યું, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૪
kede bethā tenu dām ja āpyu, janmo janam-nu dāridray kāpyu
ānaňde ulati-ne sarve-ne āpyu, to jugal svarupe sadhāryā re … 4

કેડેથી વરવધૂ બેઠાં રથમાંહી, તેત્રીશ કરોડ સ્તુતિ કરે ત્યાંહી;
સાસરિયામાં લાગજો સહુને પાય, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૫
kede-thi var-vadhu betha rath-maň-hi, tetrish karod stuti kare tyāň-hi
sāsariyā-māň lāgajo sahu-ne pāy, to jugal svarupe sadhāryā re … 5

પાછળથી સૈયર સહુ વળાવીને વળ્યાં, જલ જમુનાના ભરીને લાવ્યાં;
ક્યારે દેખીશું બેન હવે મન ભાવ્યાં, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૬
pāchhal-thi saiyar sahu valāvi-ne valyā, jal jamunā-na bhari-ne lāvyā
kyāre dekhi-shuň ben have man bhavyā, to jugal svarupe sadhāryā re … 6

પાછી ફરી જૂઓ બાઈ બ્હેની, સગાં કુટુંબ કહે દર્શન દેની;
રાધાજી બોલ્યા અંતે હું એની, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૭
pāchhi fari ju-o bā-ii baheni, sagā kutumb kahe darshan deni
rādhāji bolyā aňte hu eni, to jugal svarupe sadhāryā re … 7

હાંકો રથ રહ્યાં સહુ થોભી, રાધા કૃષ્ણ પર રહ્યાં છે લોભી;
ગોકુલ ગામ રહ્યું સર્વે શોભી, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૮
haňko rath rahya sahu thobhi, radhā krushna par rahya chhe lobhi
gokul gām rahyu sarve shobhi, to jugal svarupe sadhāryā re … 8

કુંવર પરણાવીને નંદ ઘેર આવ્યાં, સુંદર નાર પદ્મણિ લાવ્યાં;
સોનાને ફૂલડે સર્વે વધાવ્યાં, જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૯
kuňvar paranāvi-ne naňda gher āvya, suňdar nār padmani lāvyā
sonā-ne fulade sarve vadhāvya, to jugal svarupe sadhāryā re … 9

શશિ કોટિ ઉપમા રે જેને, નંદજીનો લાલો પરણ્યો છે તેને;
નિરખીને વલ્લભ થયો છે આનંદ, તો જુગલ સ્વરૂપે સધાર્યા રે ... ૧૦
shashi koti upamā re jene, naňda-ji-no lālo paranyo chhe tene
nirakhi-ne vallabh thayo che ānaňd,  to jugal svarupe sadhāryā re … 10